દુધિયા : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈ. મહાસંઘ દાહોદ જિલ્લા દ્વારા ઝાલોદ તાલુકાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે ગુરુ વંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશરે 400 જેટલા શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન પદે મામલતદાર એસ.એમ. પરમાર અને 108 મહંત શ્રી દલસુખદાસજી મહારાજ (નીકળંગ રણુજા ધામ, સંજેલી) ઉપસ્થિત રહ્યા હતા. મૂખ્ય વકતા તરીકે પંચમહાલ વિભાગના સંઘ ચાલક સુરેશભાઈ ભાવસાર હાજર રહ્યાં હતાં. અતિથિ વિશેષ તરીકે પ્રાંત સંગઠન મંત્રી,ABRSM સરદારસિંહ મછાર, મંત્રી, માધ્યમિક સંવર્ગ, જીતેન્દ્રભાઈ ઠાકર તેમજ ઝાલોદ તાલુકાના તાલુકા TPEO રોશનીબેન બિલવાળ, પ્રાંત આંતરિક ઓડિટર,ABRSM દિનેશભાઈ પટેલ, જિલ્લા વાલી મંડળના અશ્વિનભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. ગુરુ પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતાની ભાવનાથી યોજાયેલ આ ગુરુ વંદન કાર્યક્રમ ઉત્સાહભેર અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો