દાહોદ ખાતે સ્ટેટ રિઝર્વ પોલીસ ફેર્સ (SRPF)ના 280 જવાનો માટે જાતીય સંક્રમિત રોગો (STI), હેપેટાઇટિસ, વ્યસનના દુષ્પરિણામો તેમજ ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અંગે વ્યાપક જાગૃતિ લાવવાના હેતુથી આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
DYSP જે.ડી. વાઘેલાની સુચનાથીઅને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ DISHA, DAPCU, ઝાલોદ તથા ARTના કાઉન્સેલર, દાહોદની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં નિષ્ણાત ટીમે જાતીય સંક્રમિત રોગો (STI), હિપેટાઇટિસ અને વ્યસનના દુષ્પરિણામો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત જિલ્લામાં નિઃશુલ્ક તપાસ, સારવાર અને અન્ય ઉપલબ્ધ સરકારી આરોગ્ય સેવાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમના અંતે હેલ્પલાઇન નંબર 1097 તેમજ બ્રેક ફરી ઈન્ડિયા અભિયાનના પોસ્ટરનું પ્રદર્શન કરી તેના વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી. ઉપસ્થિત લોકોને સમયસર HIVની તપાસ કરાવવા, સુરક્ષિત જીવનશૈલી અપનાવવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રેરિત કરાયા હતાં.
