દાહોદ જિલ્લાના સંજેલીની માંડલી ચોકડી નજીકની મહંમદદિયા આંગણવાડી કેન્દ્રની બાજુમાં જ સ્થાનિકો દ્વારા કચરો નાંખવા બાબતે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના રહીશો દ્વારા પંચાયતમાં રજૂઆત કરાઈ છે, છતાં પણ આ વિસ્તારમાં સફાઇ કરવામાં આવતી નહીં હોવાનું રહીશો જણાવી રહ્યા છે. સંજેલી તાલુકા મથક હોવા છતાં તંત્ર દ્વારા ગંદકી જેવા વિકટ પ્રશ્નનો નિકાલ કરવામાં આવતો ના હોઈ સ્થાનિકોએ પોતાની રજૂઆત ક્યાં કરવી તે એક પ્રશ્ન લોકોમાં ઉદભવી રહ્યો છે. અહીંયા નાના ભૂલકાઓ અભ્યાસ માટે આવતાં હોય છે, જ્યાં બાળકોને વિદ્યાનું પાયાનું જ્ઞાન આપવામાં આવે છે, બાળકો અહીં રમતા પણ હોય છે. હાલમાં વરસાદ પડયો હતો અને ચોમાસાની સીઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે વાલીઓમાં રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. સરકાર ધ્વારા સ્વસ્ચ્છતા માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે, ત્યારે આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ પણ કરાતો નથી. જેથી સ્થાનિકો દ્વારા સફાઇ કરવાની માગ કરાઈ છે.

Sutrapada-Gir Somnath : હનુમાન મઢી પાછળ ચાલતો હતો કાળો કારોબાર, 16 કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો









