દાહોદ જિલ્લામાં મહત્તમ વસ્તી આદિજાતિની છે. તેમનો મુખ્ય તહેવાર હોળી છે. ત્યારે દાંડો રોપાયા પછી હોળી ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પછી શ્રામિકોનો વતન વાપસીનો દર પણ શરૂ થઈ જશે.
દાહોદ જિલ્લામાં 75% જેટલી વસ્તી આદિજાતિની છે. અને તેમાં પણ મહત્તમ વસતી ભીલ જ્ઞાતિની છે. જેમનો મુખ્ય તહેવાર હોળી છે. જિલ્લામાં નોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં જ પોસ સુદ પૂનમના દિવસે પરંપરા પ્રમાણે જ્યાં જ્યાં હોળી પ્રગટવાની છે. તે તમામ સ્થળે હોળીનો દાંડો તેના શુભ મુહૂર્તમાં રોપી દેવાયો છે. દાહોદમાં પણ મુખ્ય હોળી ગાંધી ચોકમાં પરગટાવાય છે. તેમાંથી મસાલ લઈને શહેરની અન્ય હોળીઓ પ્રગટાવવામાં આવે છે. હોળીના બીજે દિવસે ધુળેટી ની ઉજવણી કરાશે. ત્યારે જિલ્લાના આદિવાસી સમાજમાં અત્યારથી જ હોળીની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં સૌ પ્રથમ માળીએ મૂકી દીધેલા ઢોલ ચઢાવવાનો શરૂ થઈ ગયું છે. ગીરી કંદરાઓમાં ઢોલના ઢબુકા પણ ધીમી ગતિએ આરંભભાઇ ગયા છે. જિલ્લામાંથી રોજગારી માટે મહાનગરોમાં ગયેલા શ્રમિક પરિવાર પણ હોળીના પંદર દિવસ પહેલા વતન આવવા માંડશે. ત્યારે શહેરના તેમજ તાલુકા મથકોના બજારોમાં ચહલ પહલ વધી જશે.
