દિવાળીના તહેવાર ટાણે જ સંજેલી તાલુકાના કરંબા ગામે જૂની અદાવતમાં એક યુવકને બાંધી દેવાની ઘટના બનતા ભારે હોબાળો મચ્યો હતો દિવાળી ટાણે મેળામાં વ્યસ્ત પોલીસમાં પણ આ ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. સંજેલી તાલુકાના કરંબા ગામે થોડા દિવસ અગાઉ એક યુવકની અકસ્માતમાં મોત નીપજ્યું હતું પરિવાર દ્વારા અકસ્માત નહીં પરંતુ મર્ડર થયું હોવાની શંકા રાખી તેની અદાવતે એક યુવકને પકડી લઈ બાંધી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ 112ને કરાતા 112ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તે દરમિયાન ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસના વાહનોના કાચ તૂટી ગયા હતા. સાથે સરપંચની XUV કારના પણ કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આખા રોડ પર પથ્થરોનો પથરાવ અને તૂટેલા ગાડીના કાચ જોવા મળ્યા હતા. બનાવની જાણ થતા DySP,SOG,LCB,PI,PSI સહિતની લગભગ 15 જેટલી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે મહિલા અને પુરુષ મળી કુલ 22 જેટલા શખ્સોને ઝડપી પાડયા હતાં. જેમાં એક માસની બાળકી સાથે તેની માતાને પણ ઝડપી પાડવામાં આવી હતી. ડુંગર વિસ્તારમાં સર્ચ ચાલુ હાલ હુમલો કરનાર અન્ય ઈસમોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સની મદદથી ડુંગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગામમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને પોલીસને ટીમોને લઈને કરંબા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો