શિયાળો શરીરની તંદુરસ્તી જાળવવા માટેનો શ્રોષ્ઠ સમય છે. ત્યારે દાહોદમાં પણ મોર્નિંગ વોક અને કસરતની મોસમપુર બહારમાં ખીલી છે. એક સમયે શહેરમાં અખાડા બારેમાસ ધમધમતા હતા. ત્યારે હવે ત્યાં કોઈ ફરકતું નથી. બીજી તરફ્ મોંઘા દાટ જીમમાં યુવક યુવતીઓને મહિલાઓ હજારો રૂપિયા ખર્ચને તંદુરસ્તી જાળવવા તલ્લીન થયા છે. પહેલું સુખ તે જાતે નર્યા અર્થાત રોગ વિનાનો તંદુરસ્ત શરીર આજનાઅને ફાસ્ટ ફૂડના યુગમાં અસર તોલન આહાર અને ભૌતિકતાની દોડમાં માનવી પોતાના શરીર તરફ્ બેધ્યાન બન્યો છે. તેને કારણે અનેક રોગોનો ભોગ બનતા લોકો હવે દવાના સહારે જીવવા મજબૂર છે. ત્યારે શિયાળામાં તંદુરસ્તી પ્રાપ્ત કરવા વહેલી સવારે ચાલવા દોડવા કે સાયકલિંગ કરતા દાહોદવાસીઓ શહેરમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. ત્યારે શહેરમાં હવે જીમની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. અને તેમાં અત્યાધુનિક સાધનો અને ટ્રેનરો પણ ઉપલબ્ધ હોવાથી જુવાની આવો સિક્સ પેક્સ બનાવવા તેમજ યુવતીઓ ફ્ગિર મેન્ટેન રાખવા માટે જીમમાં ઉમટી રહ્યા છે. જીમ જોઈન્ટ કરો એટલે ડાયટ પણ તે પ્રમાણે લેવાનું અને પ્રોટીન ખાવાનું અને પીવાની પળોજણ હોય છે. ત્યારે વર્ષો પહેલા દાહોદ શહેરમાં શરીર ની તંદુરસ્તી જાળવવા અખાડા ચાલતા હતા. જ્યાં યુવાનો અને પુરુષો દંડ પીલવા તેમજ કસરતથી માંડી કુસ્તી કરવા જતા હતા. તે પણ શિયાળા પૂરતા જ સીમિત ન હતા. પરંતુ બારેમાસ અખાડાઓમાં કસરતબાજોની ચહલ પહલ રહેતી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો