બાંડીબાર : કેન્દ્રિય મિનિસ્ટ્રી ઓફ્ ટ્રાયબલ અફે ર્સ, ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ સોસાયટી, ગાંધીનગર અને ગુજરાત રાજ્ય રામ વનવાસી સેવા યુવક મંડળ, દાસા સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, સીંગવડ,ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જૈમિનભાઈ ભાભોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી અપાઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ રજૂઆતો કરી હતી. વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશની આઝાદીના સંઘર્ષને યાદ કરી રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો