વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2026માં દાહોદ જિલ્લાના પરંપરાગત બામ્બુ ક્રાફ્ટે મુલાકાતીઓનું વિશેષ ધ્યાન આકર્ષ્યું છે. જ્યોત સખી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા વાંસમાંથી બનેલા વિવિધ હસ્તકલાના ઉત્પાદનોને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. સમિટ દરમિયાન માત્ર બે દિવસમાં રૂ. 50 હજારનું વેચાણ નોંધાયું છે, જ્યારે રૂ. 30 હજારના નવા ઓર્ડર પણ પ્રાપ્ત થયા છે.

સમિટ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યોત સખી મંડળના સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે વાંસમાંથી તૈયાર કરાયેલા વિવિધ ઉત્પાદનોનું નિરીક્ષણ કરી કારીગરોના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2026માં દાહોદ જિલ્લાના પરંપરાગત બામ્બુ ક્રાફ્ટે મુલાકાતીઓનું વિશેષ ધ્યાન આકર્ષ્યું છે. જ્યોત સખી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા વાંસમાંથી બનેલા વિવિધ હસ્તકલાના ઉત્પાદનોને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે.

સમિટ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યોત સખી મંડળના સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે વાંસમાંથી તૈયાર કરાયેલા વિવિધ ઉત્પાદનોનું નિરીક્ષણ કરી કારીગરોના પ્રયાસોની પ્રશંસા કરી હતી તેમજ આવા પરંપરાગત હસ્તકલા ઉદ્યોગોનેપ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જ્યોત સખી મંડળના સંચાલક ચંચલબહેન છેલ્લા 18 વર્ષથી વાંસકામની પરંપરાગત કળાને જીવંત રાખવા માટે કાર્યરત છે. સખી મંડળ દ્વારા વાંસમાંથી ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ, શણગારાત્મક ઉત્પાદનો અને હસ્તકલાની વિવિધ કૃતિઓ તૈયાર કરવામાં આવે છે. ગુણવત્તા, આકર્ષક ડિઝાઇન અને પરંપરાગત કારીગરીના સમન્વયને કારણે ઉત્પાદનોને સ્થાનિક તેમજ બહારથી આવેલા મુલાકાતીઓ તરફ્થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો