દેવગઢબારીઆ
દેવગઢબારીઆ તાલુકાના મોતીપુરા ગામે રહેણાંક વિસ્તારમાં દેખાદેતાં દીપડાને આખરે પાંજરે પૂરવામાં વનવિભાગને સફળતા મળી છે.

દેવગઢબારીઆ
દેવગઢબારીઆ તાલુકાના મોતીપુરા ગામે રહેણાંક વિસ્તારમાં દેખાદેતાં દીપડાને આખરે પાંજરે પૂરવામાં વનવિભાગને સફળતા મળી છે.
દેવગઢબારીઆ તાલુકામાં થોડા દિવસ અગાઉ ચેનપુર ઉંચવાણ ગામે દીપડો છેલ્લા કેટલાક દિવસથી રહેણાંક વિસ્તારમાં આંટા ફેરા કરતો હતો અને આખરે વન વિભાગે પાંજરે પુરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે ફરીથી દેવગઢબારીઆ તાલુકાના મોતીપુરા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં દીપડો જોવા મળતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. જેને લઈને સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં આરએફ્ઓ દિનેશ રાઠવા અને વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી પાંજરું મૂક્યું હતું. દરમિયાન શિકારની શોધમાં આવેલો દીપડો પાંજરે પુરાયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો