દુધિયા : લીમખેડા તાલુકાના ઢઢેલા ક્લસ્ટરની તમામ શાળાઓમાં બાળ મેળા તથા લાઈફ્ સ્કીલ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજાઈ હતી. ધોરણ 1 થી 5 અને ધોરણ 1 થી 8 ની તમામ શાળાઓમાં લાઈફ્ સ્કીલ અંતર્ગત બાળ મેળો યોજાયો હતો. જેમાં માટીકામ, ચિત્રકામ, સર્જનાત્મક પ્રવુતિ, દરજી કામ, ઇલેક્ટ્રિક કામ,રંગોળી, સહીત વિવિધ જીવન કૌશલ્ય આધારિત પ્રવૃતિઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં મૌલીકતા, સાહસિકતા જેવા ગુણોના વિકાસ સાથે દૈનિક જીવનની જરૂરિયાતને કુશળતાપૂર્વક પૂર્ણ કરવા કૌશલ્ય કે આવડત પ્રાપ્ત કરે તે હેતુંથી બાલમેળો યોજાયો હતો. જેમાં ક્લસ્ટરની દેવધી, ખીરખાઈ, ઢઢેલા, દેવધા, નિનામા ના ખાખરીયા, કાચલાં. ફ્. ઢઢેલા સહીતની શાળાઓમાં વિવિધ પ્રવૃતિઓ યોજાઈ હતી.
