દાહોદ તાલુકાના રળીયાતી ગામે એક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂપીયા 1,23,620નો પ્રોહી જથ્થો કબજે કર્યાનું જ્યારે પોલીસને ચકમો આપી બુટલેગર નાસી જવામાં સફ્ળ રહ્યાંનું જાણવા મળે છે.

દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ ગત તા.29મી માર્ચના રોજ દાહોદના રળીયાતી ગામે હોળી આંબા ફળિયામાં રહેતો જીતુ દિલીપભાઈ માવીના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડતાં જીતુ માવી પોલીસને ચકમો આપી નાસી જવામાં સફ્ળ રહ્યો હતો. પોલીસે મકાનની તલાસી હાથ ધરતાં જેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.648 કિંમત રૂપીયા 1,23,620નો પ્રોહી જથ્થો પોલીસે કબજે કરી આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam