દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામે બે વર્ષ પૂર્વે હત્યાના બનાવમાં લીમખેડાની એડિશનલ સેશન્સ કોર્ટે બે માસૂમ બાળકોનું અપહરણ કરી બંનેની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા સાથે રૂ.20 હજારનો દંડ ફ્ટકાર્યો છે.


ગત તા.10-5-22ના રોજ સાંજે કાંટુ ગામના નિશાળ ફળિયામાં રહેતા નરવતભાઈ સોમાભાઈ બામણીયાના બે પુત્રો, દિલીપ (ઉં.વ. 10) અને રાહુલ(ઉં.વ.5), કાકા શંકરભાઈના ઘરે રમવા ગયા હતા. તે સમયે આરોપી રાજેશ ઉર્ફે રાજુ મોહનીયાએ બંને બાળકોને ટિફ્નિ જમાડવાની લાલચ આપી બાઇક પર અપહરણ કર્યું હતું. પ્રથમ મોટા પુત્ર દિલીપની હત્યા કરી તેની લાશને આમલી મેનપુર ગામના જંગલમાં પથ્થરો નીચે દાટી દીધી હતી. તે બાદ 5 વર્ષના નાના પુત્ર રાહુલને સીમામોઈ ગામના જંગલમાં લઈ ગયો અને ત્યાં તેની હત્યા કરી કૂવામાં નાખી દીધો હતો. આ મામલે પિતા નરવતભાઈએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. લીમખેડાની એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ એસ.બી. ચૌહાણની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ એચ.એચ. ઠક્કરે આરોપી રાજેશ ઉર્ફે રાજુ મોહનીયાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ.20 હજારનો દંડ, અપહરણમાં 07 વર્ષની જેલ અને રૂ. 5 હજારનો દંડ, તેમજ હત્યાના ઈરાદે અપહરણમાં 10 વર્ષની જેલ અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: