સિંગવડ : સિંગવડ તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે સિંગવડ તાલુકા પંચાયત બેઠક ના મંજુલાબેન સુરેશભાઈ ચૌહાણની નિમણૂક થતાં વિવિધ સામાજિક, રાજકીય અને આગેવાન વર્ગના લોકો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શુભેચ્છા મુલાકાત દરમિયાન મંજુલાબેન ચૌહાણનું પુષ્પહાર પહેરાવી સન્માન કરાયું હતું. ઉપસ્થિત આગેવાનોએ તેમના નવા દાયિત્વ માટે શુભકામનાઓ પાઠવી હતી અને સમાજના વંચિત તથા જરૂરિયાતમંદ વર્ગના લોકો માટે તેઓ અસરકારક કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ તેમના જીવનસાથી તથા સિંગવડ તાલુકાના પૂર્વ તાલુકા સભ્ય સુરેશભાઈ ભૂરાભાઈ ચૌહાણને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
