દેવગઢબારીઆ તાલુકાની નદીઓમાંથી ગેરકાયદે રેતી ભરી જતી 9 ટ્રકોને ખાણ ખનિજ વિભાગની ટીમે ઝડપી સીઝ કરી હતી. તેમજ તંત્ર દ્વારા તમામ નવ ટ્રક ચાલકોને કુલ રૂા.4.ટ્વ26 લાખનો દંડ ફટકાર્યો હતો.


દેવગઢબારીઆ તાલુકામાં ઉજ્જવળ અને પાનમ નદીમાંથી રોજ હજારો ટન રેતી વગર રોયલ્ટી ગેરકાયદે રીતે ભરીને ગુજરાતની બહારના રાજ્યોમાં રેતી સપ્લાય થતી હોય છે. દેવગઢબારીઆ શહેર સહિત તાલુકાના આજુબાજુ ગામના અગ્રણી વડીલોએ ગયા બુધવારે તા. 27 ના રોજ નદીઓ ઉપર પહોંચી જનતા રેઇડ કરી, લગભગ 22 જેટલી ટ્રકો રેતી ભરીને લઈ જતા પકડી હતી, જેમાંથી અમુક ટ્રક અધવચ્ચે ગાયબ થઈ હતી. જે અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જવાબદાર અધિકારીઓએ સફાળા જાગીને પાનમ અને ઉજ્જવળ નદીમાંથી ગેરકાયદે રેતી ભરીને જતી ટ્રકો ઉપર પોલીસ મદદથી ઓચિંતા તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન નવ જેટલી ટ્રકો ગેરકાયદે કોઈપણ પાસ પરમીટ વગર રેતી ભરીને જતા મળી આવી હતી. દેવગઢબારીઆ પ્રાંત અધિકારી ભગોરા તેમજ મામલતદાર પટેલની ટીમે ટ્રક ચાલકોની પૂછપરછ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી દંડ ફ્ટકારી તમામ ટ્રકો સીઝ કરી હતી. તેમજ તંત્ર દ્વારા તમામ નવ ટ્રક ચાલકોને કુલ રૂા.4.26 લાખનો દંડ ફટકાર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: