ફ્તેપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન અને સહકાર વિભાગના મંત્રી રમેશ કટારાનું એક અનોખું અને સરળ ખેડૂત સ્વરૂપ હાલ સામે આવ્યું છે. રાજકીય જવાબદારીઓ અને સરકારી વ્યસ્તતાઓ વચ્ચે પણ પોતાની મૂળ ઓળખ અને સંસ્કૃતિને જાળવી રાખતા મંત્રીએ પોતાના વતન હિંગલા ગામે પહોંચીને ખેતીકામમાં સીધો જ સહયોગ આપ્યો હતો. મંત્રીએ માત્ર ખેતરની મુલાકાત જ નહોતી લીધી. પરંતુ પરંપરાગત રીતે બળદ સાથે હળ જોતરીને જાતે ખેતર ખેડયું હતું અને વાવણીનું કામ કર્યું હતું.

મંત્રી રમેશ કટારાનો આ ખેડૂત અંદાજ જોઈને આસપાસના ગ્રામજનો અને ખેડૂતો પણ નવાઈ પામ્યા હતા. એક મંત્રી હોવા છતાં જમીન સાથે જોડાયેલા હોવાની આ સાબિતીએ સ્થાનિકોમાં આદરનું સ્થાન મેળવ્યું છે. ખેતરમાં કામ કરતી વખતે મંત્રીએ ખેતી સાથેના પોતાના વર્ષો જૂના જોડાણને તાજું કર્યું હતું. માટીમાં પરસેવો પાડીને તેમણે ખેડૂત સમુદાય પ્રત્યેની પોતાની નિષ્ઠા પણ વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે રાજકીય મંચ પર જોવા મળતા મંત્રી જ્યારે ખેતરમાં હળ ચલાવતા જોવા મળ્યા, ત્યારે તેમની સરળતા અને નિખાલસતાની ચર્ચાઓ સમગ્ર વિસ્તારમાં વ્યાપી ગઈ હતી. ખેતીકામ પૂરું કર્યા બાદ મંત્રીએ ગ્રામજનો સાથે ખેતી વિષયક પ્રશ્નો અને પાયાની જરૂરિયાતો વિશે ચર્ચા-વિચારણા પણ કરી હતી. એક જવાબદાર મંત્રી તરીકે ખેડૂતોની સમસ્યાઓને સમજવા અને તેમની સાથે સીધા સંવાદ સાધવાની આ પદ્ધતિ પ્રશંસનીય રહી છે. તેમણે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અને પશુપાલન ક્ષેત્રે આગળ વધવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. પોતાની મૂળ પરંપરાઓને નભૂલતા મંત્રીના આ પગલાને લઈને લોકોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે.

આ ઘટના સોશિયલ મીડિયા અને સ્થાનિક કક્ષાએ ખૂબ જ ચર્ચાઈ રહી છે. લોકોનું માનવું છે કે જ્યારે જવાબદાર હોદ્દા પર બેઠેલી વ્યક્તિ પોતાના મૂળિયા સાથે જોડાયેલી રહે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો