રાજ્ય સરકાર દ્વારા વન સંરક્ષણ અને વન્યજીવ સુરક્ષાની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે દાહોદ જિલ્લાના વન વિભાગના કર્મચારીઓને ફાળવવામાં આવેલ બાઈકનું આજે દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ઝડપી ગતિએ કામગીરી કરી શકાય તેમજ જંગલ વિસ્તારની નિયમિત પેટ્રોલિંગ, વન્યજીવોના સંરક્ષણ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ આપવા માટે વાહન સુવિધા મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકાર વન સંપદાના સંરક્ષણ અને આધુનિક સુવિધાઓના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. કાર્યક્રમ દરમિયાન વન વિભાગના અધિકારીઓએ નવી બાઈક મળવાથી મેદાની કામગીરીમાં વધુ ઝડપ, કાર્યક્ષમતા અને સુગમતા આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.