દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની ખેતી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની સ્થાપના બાદ બીજી વખત ટર્મ પૂર્ણ થતાં આજે ધી રણધીકપુર સેવા સહકારી વિવિધ કાર્યકારી સહકારી મંડળી ખાતે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન તરીકેદાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર અને વાઇસ ચેરમેન તરીકે ડી.બી. પટેલ બિનહરીફ્ ચૂંટાઈ આવ્યા હતા.

સિંગવડ તાલુકા એપીએમસીની જિલ્લા રજિસ્ટ્રાર ચૌધરીની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ પ્રક્રિયા દરમિયાન ચેરમેન તરીકે સાંસદ જશવંતસિંહ ભાભોરની ફરી બિનહરીફ્ વરણી થતાં તેમને શુભેચ્છાઓ પાઠવાઈ હતી. સિંગવડ તાલુકાના કૃષિ અને સહકારી ક્ષેત્રમાં એપીએમસીનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ખેડૂતોને પોતાની કૃષિ પેદાશોના વેચાણ માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા તેમજ બજાર વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં એપીએમસીની ભૂમિકા મહત્ત્વની રહે છે. ચેરમેન તરીકે જશવંતસિંહ ભાભોર અને વાઇસ ચેરમેન તરીકે ડી.બી. પટેલની બિનહરીફ્ વરણીને પગલે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ બંનેને અભિનંદન પાઠવી નવી જવાબદારી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.