સિંગવડ : શારદીય નવરાત્રિના પ્રારંભે સિંગવડ સ્થિત પ્રસિદ્ધ માં ભમરેચી માતાજીના મંદિરે ભક્તિમય માહોલમાં ઘટસ્થાપના અને પૂજા-અર્ચનાના કાર્યક્રમો યોજાયા હતા. દર વર્ષની પરંપરા મુજબ સાંસદ જશવંતસિંહ ભાભોરે માતાજીના દર્શન કરી પૂજા-અર્ચના અને આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા.સાથે મંદિર પરિસરમાં જવારાનું વાવેતર પણ કર્યું હતું. ઝાલોદથી આવેલા માં શક્તિ મહિલા મંડળની મહિલાઓએ પરંપરાગત રાસ-ગરબા રજૂ કરી માતાજીની આરાધના કરી હતી. આરતીમાં સિંગવડ સહિત આસપાસનાં ગામોના શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
