શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવાતાં રક્ષાબંધનના પવિત્ર તહેવારને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે બહેનો રક્ષાબંધન પર્વની આતુરતાથી રાહ જોઈ રહી છે. સાથે બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલવાની તૈયારીમાં પડી ગયા છે, આ વર્ષે પણ નીતનવી રાખડીઓનું દાહોદ શહેરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
રક્ષાબંધનના તહેવાર પાછળ પણ પૌરાણિક કથા સંકળાયેલી છે, મહાભારત યુદ્ધ દરમિયાન અભિમન્યુ જ્યારે સાત કોઠા ભેદવા જઈ રહ્યા હતા, ત્યારે કુંતીમાતાએ તેમની રક્ષા માટે અમર રાખડી બાંધી હતી. રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ આજના આધુનિક યુગમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર સાથે ધંધાકીય અભિગમ પણ વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, હવે જ્યારે મોંઘા દાટ ભાવની રંગબેરંગ જાકમ જાળવાડી રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે.
