દાહોદમાં ખાનગી બસનું ટાયર ફાટયું હોવાની વાત સામે આવી છે, રાબડાલ ખાતે બસનું ટાયર ફાટતા બસે પલટી મારી હતી અને મોરબીથી ભોપાલ જતી બસ ખાડામાં ખાબકી હતી અને અકસ્માતમાં 29 જેટલા મુસાફર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડયા છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.


દાહોદમાં ખાનગી બસે પલટી મારી

દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સની બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો અને ટાયર ફાટતાની સાથે જ બસે પલટી મારી હતી, અને બસમાં સવાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, મુસાફરોને બસની બહાર કાઢવામાં આવ્યા અને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા છે, તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે, જે ઈજાગ્રસ્તોને સારૂ છે તે મુસાફરને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.

દાહોદ નજીક રાબડાલ ખાતે બની અકસ્માતની ઘટના

મોરબીથી મધ્ય પ્રદેશના ભોપાલ તરફ જતી હતી બસને અકસ્માત નડયો છે અને બસનું ટાયર ફાટતા બસ ખાડામાં ઉતરી ગઈ હતી અને અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, 5 એમ્બ્યુલન્સની મદદથી તમામને સારવાર માટે ખસેડાયા હતા અને પોલીસ, ફાયર, હાઇવે ઓથોરિટી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.


આ પણ વાંચો : Gandhinagar News : પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં અંદાજે 6000થી વધુ જગ્યાઓ માટે આ વર્ષે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે : પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ


  • Follow us on: