દાહોદ : દાહોદ ખાતે આવેલી શ્રીકૃષ્ણ પ્રણામી આર્ટ્સ કૉલેજના પટાંગણમાં ગઈકાલે તા.4ના રોજ અંગ્રેજી વિભાગ દ્વારા સુપ્રસિદ્ધ કવિ પી.બી. શેલીની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી.કાર્યક્રમની શરૂઆત વિધાર્થીઓ દ્વારા પી.બી. શેલીના સાહિત્ય, કારકર્દી અને બૌધિકતાથી સભર લેખનની સફરના પરિચય સાથે કરાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેમજ પી. બી. શેલી દ્વારા રચિત કવિતાઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં કૉલેજના આચાર્યા ડૉ.પારુલસિંહે ઉપસ્થિત રહી તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યુ અને વાંચન તથા સર્જનાત્મકતાના મહત્વ ઉપર ભાર મૂક્યો. આ કાર્યક્રમનું સફ્ળ સંચાલન અંગ્રેજી વિભાગના વિધાર્થીઓ દેહદા સગુણા કનુભાઈ અને કંદોઈ યશ રસિકભાઈ દ્વારા કરવામાં આવ્યું. તેમજ આભાર વિધિ અંગ્રેજીની અધ્યાપિકા ભાભોર ધ્વનિ દ્વારા કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો