દાહોદ જિલ્લામાં થર્ટી ર્ફ્સ્ટ તથા નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. જે દરમિયાન 31 દેશી દારૂ અને 11 વિદેશી દારૂના કેસો નોંધાયા હતા.


થર્ટી ર્ફ્સ્ટ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન જિલ્લા પોલીસે કુલ 23 જેટલી ચેકપોસ્ટો શરૂ કરી હતી, જ્યાં દિવસ અને રાત દરમિયાન સતત વાહન ચેકિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરાઈ હતી. આશરે 1 હજારથી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા હતા. શહેર, ગ્રામ્ય વિસ્તાર તેમજ સરહદી માર્ગો પર વધારાનું પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ખાસ કરીને મધ્યપ્રદેશને અડીને આવેલી ખંગેલા ચેકપોસ્ટ પર વિશેષ કાળજી લેવાઈ હતી, જેમાં 31 જેટલા દેશી દારૂના કેસો તથા 11 જેટલા વિદેશી દારૂના કેસો નોંધાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: