20
દેવગઢબારીઆ તાલુકાના ઉધાવળા ગામ ખાતે ધોરણ પાંચની ઉધાવળા વર્ગ ફ્ળીયા પ્રાથમિક શાળામાં સરકારના મંજુર મહેકમ મુજબ પાંચ શિક્ષકોની ભરતી કરાઈ છે. આ શાળામાં ધોરણ -5 ના વર્ગ શિક્ષક તરીકે પર્વત વિરાભાઈ ખાંટને તા.20/06/23ના રોજ પરસ્પર બદલીમાં મુકાયા છે. ઉધાવળા ગામની આ વર્ગ ફ્ળીયા પ્રાથમિક શાળામાં શિક્ષક પર્વત ખાંટ સતત ગેરહાજર રહેવાના કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો હોવાનું ગ્રામજનો અને વાલીઓ જણાવી રહ્યા છે. આ શિક્ષક જ્યારથી શાળામાં હાજર થયા તે પછીથી મોટાભાગે વગર રજાએ ગેરહાજર રહેતા હોવાનું પણ જાણવા મળેલ છે. શાળાની એસએમસી કમિટીએ ઠરાવ કરીને તેમજ સરપંચે ગેરહાજર રહેતા આ શિક્ષકને ફરજિયાત હાજર રહેવા અથવા અન્યત્ર બદલી કરી નવા શિક્ષકની ફાળવણી કરવા તાલુકા તેમજ જિલ્લા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે.
