10
સંજેલીના રાજવી પરિવારના રાણી સાહેબ ગિરિરાજ કુમારીજીનું ગત તા.27મીએ રાત્રે વડોદરા સ્થિત હોસ્પિટલમાં અવસાન થયું હતું. જેની જાણ થતાં તાલુકાના 56 જેટલા ગામડાઓમાં ઘેરાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમારીના કારણે વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
રાણી સાહેબ ગિરિરાજ કુમારીજી સંજેલીના મહારાજ સ્વ. કાલિકાકુમાર નરેન્દ્રસિંહજી ચૌહાણના ધર્મપત્ની તથા વર્તમાન મહારાજા કામાખ્યાસિંહ કાલિકાકુમાર ચૌહાણના માતા હતા. તેમના નિધનને પગલે સંજેલી નગરમાં લોકોએ દુકાનો હોટલો બંધ રાખી હતી. ગઈકાલે સોમવારે બપોરે રાજવી પરંપરા મુજબ શણગારેલા રથમાં તેઓની અંતિમયાત્રા પુષ્પ નિવાસ પેલેસથી નીકળી હતી. જેમાં રાજવી પરિવારજનો, બારીયા, ઈડર, બાલાસિનોર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના વિવિધ વિસ્તારોના રાજવી પરિવારોના સભ્યો તથા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્ટેટ સમયથી ચાલી આવતી પરંપરા મુજ્બ સંજેલીના સમુદ્ર સાગર તળાવના કિનારે આવેલા રાજવી પરિવારના સ્મશાન સ્થળે તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો