દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમમાં પાંચ અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ જેમાં ભાણપુર, ભૂતખેડી, મોટા આંબલીયા અને પીપળીયા ગામે બોરવેલ માટે મોટરની માંગ ગામના જ અરજદાર સબુરભાઈ સોનાભાઈ પરમાર દ્વારા કરાઈ હતી. જ્યારે અન્ય ગામના રસ્તા, શાળા, પોસ્ટ ઓફ્સિ અને પીવાના પાણી સહિતના પ્રશ્નો રજૂ કરાયા સિંગવડ તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત ફ્રિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ ગામોના અરજદારો દ્વારા રજૂ કરાયેલા પાંચ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ભાણપુર ગામે અરજદાર છત્રસિંહ ધીમાભાઈ બારીયા દ્વારા રસ્તો મંજૂર કરવા અને કામગીરી શરૂ કરવાની રજૂઆત કરાઈ હતી. આ મામલે જમીન સંબંધિત પ્રશ્નના કારણે કામગીરી અટકી હોવાનું જણાવી સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ભૂતખેડી ગામે અરજદાર સેલોત રમેશભાઈ રંગજીભાઈ દ્વારા ગામમાં આરસીસી રસ્તો બનાવવાની રજૂઆત કરાઈ હતી. આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ જવાબ રજૂ કરી આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. મોટા આંબલીયા ગામે અરજદાર ગુણવંતભાઈ સાંગડા દ્વારા ગામમાં નવી પ્રાથમિક શાળાનું મકાન બનાવવાની રજૂઆત કરી, 7 ઓરડા છે અને બાળકોની સંખ્યા 162 હોવાનું જણાવી ઉપયોગમાં લઈ શકાય તેવા મકાન અંગે જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું હતું. તેમજ ગામમાં પોસ્ટ ઓફ્સિનું નવું મકાન બનાવવાની માંગ કરાઈ હતી. આ અંગે પોસ્ટ માસ્ટર સિંગવડ દ્વારા કરાયેલી અરજીના આધારે મંજૂરી માટેની કાર્યવાહી કરવાની માહિતી આપી હતી.. પીપળીયા ગામે બોરવેલ માટે મોટરની માંગ ગામના જ અરજદાર સબુરભાઈ સોનાભાઈ પરમાર દ્વારા કરાઈ હતી.
