16

સંજેલી તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ લાંબા સમયથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સંજેલી તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદની શરૂઆતમાં ઋતુની જ ઉત્સાહભેર ખેડૂતોએ ખેતરોમાં ડાંગર અને મકાઈ જેવા પાકોનું વાવેતર (રોપણી) કર્યું હતું.

સંજેલી તાલુકામાં ડાંગર નું 1504 હેક્ટર, મકાઈ 5883 હેક્ટર, 531 સોયાબીન નું વાવેતર કરવામાં આવ્યું છે. પણ પાણી વગર ખેતી નિષ્ફ્ળ જવાની શક્યતા જોવાઈ રહી છે. ત્યારબાદ ચોમાસાની સિઝન પૂરી થવા આવી છતાં વરસાદે વિરામ લેતાં પાક સુકાઈ જવાની આરે પહોંચ્યો છે.

હાલ સ્થિતિ એ છે કે કેનાલો પણ ખાલીખમ થઈ ગઈ છે અને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. જો આગામી દિવસોમાં વરસાદ ન પડે કે સિંચાઈ માટે પાણી ન મળે, તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે. ચોમાસાની સિઝન હવે પૂરી થવાના આરે છે ત્યારે કુદરતની રૂઠનથી ખેડૂતો નિરાશ થયા છે. જો સમયસર સિંચાઈનું પાણી નહીંમળે તો ઊભો પાક સંપૂર્ણપણે નિફ્ળ જશે. ડાંગર નો પાક માત્ર એક પાણી માટે બગડી જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે ઉપરવાસમાં આવેલા કાળિયાહેલ ડેમમાંથી કેનાલો મારફ્તે તાત્કાલિક પાણી છોડવામાં આવે તો જ ખેડૂતોનો આ પાક બચી શકે તેમ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો