દાહોદ : દાહોદ જિલ્લામાં રક્ષાબંધનની ઉજવણીની ધામધૂમથી કરવામાં આવી હતી, આ વર્ષે પણ બહેનો પોતાના વહાલ સોયા ભાઈને રાખડી બાંધવા ભાઈના ઘરે આવી પહોંચી હતી. આજે શુક્રવારે બહેનોએ ભાઈઓને રાખડી બાંધી દીર્ધાયુના આશીર્વાદ આપ્યા હતા, ભાઈઓએ બહેનોને યથાશક્તિ ભેટ પણ અર્પણ કરી હતી. રક્ષાબંધનના આગલા દિવસે રાખડી અને મીઠાઈની ખરીદી માટે દુકાનમાં ભારે ભીડ જામી હતી. તેમજ રસ્તા ઉપર ટ્રાફ્કિ વધી ગયો હતો, રક્ષાબંધનના મુહૂર્ત પ્રમાણે સારા ચોઘડિયા હોવાથી બહેનોએ ભાઈઓને રાખડી બાંધી હતી. જ્યારે બ્રાહ્મણોએ મુહૂર્ત પ્રમાણે જનોઈ બદલી હતી. રક્ષાબંધનને દાહોદમાં અવનવી મીઠાઈની સાથે ભેટ સોગાદો આપી હતી. શહેર સહિત જિલ્લામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ઘણા ઉત્તર ભારતીયોએ શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનને પૂર્ણ થતાં આજે ઉપવાસ પૂર્ણ કર્યા હતા

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો