સંજેલી એપીએમસી ખાતે આજ રોજ ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની બિનહરીફ્ વરણી કરવામાં આવી હતી, જેમાં ભાજપ તરફી પેનલમાંથી બે નામ આવતા સર્વાનુમતે નક્કી કરાયા હતાં, જેમાં વામાં આવી હતી. ચેરમેન તરીકે ખેડૂત પેનલમાંથી સુરેન્દ્રસિંહ સોલંકી અને વાઇસ ચેરમેન તરીકે વેપારી વિભાગમાંથી પંકજકુમાર કોઠારીના નામો રજૂ કરાયા હતા અને તેઓની સર્વાનુમતે બિનહરીફ્ વરણી કરાઈ હતી. આ પ્રસંગે પ્રભારી ભરતભાઈ શ્રીમાળી હાજર રહ્યા હતા.
