સિંગવડ તાલુકાના ભૂતખેડી ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ 2.2 યોજાયો હતો. જેમાં તાલુકાની 6 ગ્રામ પંચાયતના 10 ગામોના લાભાર્થીઓને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં ભૂતખેડી સહિત નાની સંજેલી, રાઠોડના ડુંગરપુર, પરમારના ડુંગરપુર, ચાચકપુર, પાતા, નવીપરી, તારમી, અગારા (રં.) અને છાપરી સહિતના ગામોના ગ્રામજનો અને લાભાર્થીઓએ ભાગ લીધો હતો. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આવક-જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ-કમી તથા સુધારા, ઈ-કેવાયસી, આધારકાર્ડને લગતી કામગીરી, પીએમજેમાં અરજી, મફ્ત હેલ્થ ચેકઅપ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ સહિત વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. ઉપરાંત બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ-વયવંદના સહાય, આકારણીના ઉતારા સહિતની સેવાઓ સહિતની કામગીરી પણ કરાઈ હતી.
