દેવગઢ બારીઆ દેવગઢ બારીઆ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ફંગીયા ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે હેતુથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સ્થળ પર જ વિવિધ સેવાઓ માટેની અરજીઓ સ્વીકારી જરૂરી કાર્યવાહી કરાઈ હતી. સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી અંતરિયાળ વિસ્તારના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને સરકારની સેવાઓ સરળતાથી તથા પારદર્શક રીતે મળી રહે તે માટે વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ હતી. આ પ્રસંગે દેવગઢ બારીયા પ્રાંત અધિકારી, દેવગઢ બારીયા મામલતદાર સમીર પટેલ સહિત અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ ગ્રામજનો-લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
