રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 254 બિન-હથિયારી PSIને PI વર્ગ-2 ના સંવર્ગમાં બઢતી આપીને તેમના નવા નિમણૂક સ્થળોએ બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં દાહોદ જિલ્લામાંથી મહિલા સહિત સાત જેટલા PSIની PI તરીકે બઢતી સાથે બદલી કરાઈ છે.
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 254 બિન-હથિયારી પીએસઆઈને પીઆઈ વર્ગ-2 ના સંવર્ગમાં બઢતી આપીને તેમના નવા નિમણૂક સ્થળોએ બદલીના હુકમો કરાયા છે. તમામ અધિકારીઓને તેમના નામ સામે દર્શાવેલા કચેરી ખાતે તાત્કાલિક હાજર થવા સૂચના અપાઈ છે. આ પ્રમોશન સાથેની બદલીઓમાં દાહોદ જિલ્લામાં ફરજ બજાવતાં મહિલા સહિત 7 જેટલા પીએસઆઈ સહિતની બદલી કરવામાં આવી છે.
