દૂધિયા : ખાટુ શ્યામજીની અસીમ કૃપા અને દિવ્ય આશીર્વાદથી શ્રી શ્યામ સેવા સમિતિ, દુધિયા દ્વારા દુધિયા ખાતે ભવ્ય અને દિવ્ય શ્રી ખાટુ શ્યામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન ભવ્ય શોભાયાત્રા, વિવિધ ઝાંખી, મંગળમય આરતી, મહાપ્રસાદી તથા ભવ્ય ભજન સંધ્યા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આવો, સૌ ભક્તજનો એકત્રિત થઈ બાબા શ્યામના ચરણોમાં શીશ નમાવી ભક્તિના રંગે રંગાઈએ અને તેમના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. બાબા શ્યામ સૌના જીવનમાંથી દુઃખ, સંકટ અને વિઘ્નો દૂર કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો પ્રકાશ પાથરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દુધિયા માં આવેલ ખાટું શ્યામ મંદિરમાં દર એકાદશી એ મોટી સંખ્યામાં આજુબાજુના ભાવિક ભક્તો હારે કા સહારા ખાટું શ્યામના દર્શનાર્થે આવે છે. નગર શોભા યાત્રાનામાં વિવિધ ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો