દેવગઢબારીઆ : દેવગઢબારીઆ શહેરમાં દિનપ્રતિદિન રખડતા પશુઓનો ત્રાસ નગરજનોને સતાવી રહ્યો છે. નગરના પશુપાલકો માત્ર દૂધની આવકમાં જ રસ દાખવે છે, ત્યારબાદ તેમના પશુઓને રસ્તા પર ખુલ્લા છોડી મુકે છે. નગરના બજાર વિસ્તારમાં રોડ ઉપર ઠેર ઠેર રખડતાં પશુઓે અડિંગો જમાવી બેસી રહેલા જોવા મળે છે. સ્ટેટ હાઇવે રોડ ઉપરથી શાળાના બાળકો અવરજવર કરતાં હોય છે, ત્યારે એકલા જતાં બાળકોને તેમજ તેમને લેવા મુકવા જતાં વાલીઓને પણ મુશ્કેલી સહન કરવી પડે છે. ત્યારે ઘણીવાર વાહનચાલકોને ક્યારેક મોટો અકસ્માત થવાની પણ શક્યતા સેવાઈ રહી છે.
