સંજેલી ખાતે આવેલા ઇન્ડિયન ગેસ એજન્સીના ગોડાઉન પર પુરવઠા મામલતદારે ઓચિંતી મુલાકાત લઈ સંચાલક સાથે સિલિન્ડરના સ્ટોકથી લઈને તેના સમયસર અને યોગ્ય વિતરણ વિશે પુછપરછ કરી માહિતી મેળવી હતી.


સંજેલી નગરમાં આવેલી ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ તેમજ ઇન્ડિયન ગેસ દ્વારા તાલુકામાં વિવિધ વિસ્તારોમાં ગેસના સિલિન્ડર ઘરે-ઘરે તેમજ હોટલોમાં કોમર્શિયલ સિલિન્ડર પણ પૂરી પાડવામાં આવે છે. હાલ શિયાળાના કારણે ગેસ સિલિન્ડરની માગમાં વધારો થયો છે. જેના કારણે આ એજન્સી પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો રાખવામાં આવે છે કે કેમ? તેમજ ગેસ ધારકોને ગેસ સિલિન્ડર યોગ્ય પ્રમાણમાં અને સમયસર આપવામાં આવે છે કે કેમ? તેમજ ગામે ગામે જઈ અને વિસ્તાર પ્રમાણે સમય મુજબ સિલિન્ડરનો જથ્થો પહોંચાડવામાં આવે છે કે કેમ? તે બાબતે પુરવઠા મામલતદાર તુષાર તડવી દ્વારા સંજેલી સ્થિત ઈન્ડિયન ગેસના ગોડાઉનની ઓચિંતિ મુલાકાત લઈ સંચાલક સાથે આ તમામ મુદ્દે ચર્ચા કરી હતી. તપાસ દરમિયાન ગેસ સિલિન્ડરનો સ્ટોક યોગ્ય પ્રમાણમાં મળી આવ્યો હતો. જો કે પુરવઠા મામલતદારની મુલાકાતને લઈ ફફડાટ ફેલાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: