દાહોદ સ્થિત એડુનોવા એજ્યુકેશનલ ફઉન્ડેશનના વિદ્યાર્થી તાહા સમુન ભાટિયાએ NEET 2026 પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 25 તેમજ ગુજરાત રાજ્યમાં રેન્ક 1 પ્રાપ્ત કરી જબરજસ્ત સફ્ળતા મેળવી છે.

તાહા ભાટિયાએ 700/ 720 ગુણ મેળવી ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 25 તેમજ ગુજરાત રાજ્યમાં રેન્ક 1 પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં સંસ્થાનું નામ રોશન કર્યું છે. આ વર્ષે ગુજરાતમાંથી કુલ 88,022 વિદ્યાર્થીઓએ જ્યારે દાહોદ જિલ્લામાંથીNEET 2026 પરીક્ષા આપીહતી, જેમાંથી માત્ર દાહોદ એડયુનોવા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના વિદ્યાર્થી તાહા ભાટિયાએ 720 માંથી 700 ગુણ મેળવી ગુજરાત રેન્ક-1 પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ વિદ્યાર્થીની સતત મહેનત, માતા-પિતાના સહયોગ અને એડુનોવાના અનુભવી ફેકલ્ટીના સચોટ માર્ગદર્શનનું પરિણામ છે. તાહા સમુન ભાટિયાને દાહોદની વિવિધ સંસ્થાઓએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.