અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારાવડતાલ ખાતે યોજાયેલી રાજ્ય કારોબારી અને સામાન્ય સભામાં દાહોદ જિલ્લાના 9900 શિક્ષકમિત્રોએ સક્રિય પ્રતિનિધિત્વ કર્યું હતું. આ બેઠકમાં દાહોદ જિલ્લાના શિક્ષકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો, પડકારો અને શિક્ષકહિતના મુદ્દાઓ રાજ્યકક્ષાએ રજૂ કરાયા હતા. આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, દાહોદ જિલ્લાના અધ્યક્ષ, જિલ્લા મહામંત્રી, ઉપાધ્યક્ષ, રાજ્ય કારોબારીના સભ્યો, સહમંત્રી, કોષાધ્યક્ષ, આંતરિક ઓડિટર સહિત તમામ તાલુકાના અધ્યક્ષો, તાલુકા મહામંત્રીઓ તેમજ HTAT ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન દાહોદ જિલ્લાના શિક્ષકમિત્રોના હિત સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નોના યોગ્ય અને સમયબદ્ધ નિરાકરણ માટે રજૂઆતો કરાઈ હતી. સાથે શિક્ષણ વ્યવસ્થાના ગુણાત્મક વિકાસ, શિક્ષકોની સમસ્યાઓના ઉકેલ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરાઈ હતી. દાહોદ જિલ્લામાં શિક્ષકહિતના પ્રશ્નોને યોગ્ય મંચ સુધી પહોંચાડવા અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સતત સક્રિય અને પ્રતિબદ્ધ છે. વડતાલ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાનું સંગઠનાત્મક પ્રતિનિધિત્વ શિક્ષકોના પ્રશ્નોને રાજ્યકક્ષાએ વાચા આપવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સાબિત થયું હતું. રાષ્ટ્ર કે હિતમાં શિક્ષા, શિક્ષા કે હિતમાં શિક્ષક અને શિક્ષક હિતમાં સમાજના વિચાર સાથે દાહોદ જિલ્લા સંગઠન શિક્ષકોના હિત, સન્માન અને શિક્ષણના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો