બાંડીબાર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવ્યાપી આહવાન એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે આવેલી આશ્રામશાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ જસવંતસિંહ ભાભોર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે લીમખેડા તાલુકા પંચાયત પ્રમુખ નરવતભાઈ ડાંગી, તાલુકા જિલ્લા પંચાયત સભ્ય સ્થાનિક સરપંચો અને ભાજપ સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન સાંસદ અને અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકરોએ પર્યાવરણના રક્ષણ માટે વધુ વૃક્ષો વાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.

Rajkot : રાજકારણમાં ગરમાવો, 2027 ચૂંટણી પહેલાં ડે. CM હર્ષ સંઘવી નરેશ પટેલના ઘરે પહોંચ્યા, સૂચક મુલાકાતથી તર્ક-વિતર્ક તેજ









