ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે મોટા હાથીધરા ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આદિવાસી પરંપરા મુજબ ઝૂલડી, તીરકામઠાં અને સાંસ્કૃતિક નૃત્યથી મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. આદિવાસી સમાજના લાભાર્થીઓને જંગલની જમીનની સનદોનું વિતરણ કરાયું હતું. વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ કરાયા હતા. લીમખેડા વિધાનસભા વિસ્તારના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરાયું હતું. દુધિયા ખાતે ભગવાન બિરસમુંડાની પ્રતિમાનું અનાવરણ પણ કરાયું હતું. સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષ ભાભોર દાહોદ જિલ્લાના ભાજપના અધ્યક્ષ સ્નેહલ ધરીયા અને બચુભાઈ ખાબડ તાલુકા, જીલ્લા પંચાયતના સભ્યો તથા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને કાર્યકરો ઊમટયાં હતા.
