પ્રેરણા ઉત્સવમાં દેશના 10 રાજ્યોમાંથી બે તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. જેમાં ગુજરાતમાંથી દાહોદ જિલ્લાના બે વિદ્યાર્થીઓની દાહોદ ડીઈઓ કચેરી તેમજ નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. જે દાહોદ માટે ગૌરવપુર્ણ બાબત છે.

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીની ગામી દિવાણી તથા પીએમ શ્રી કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થી આલોક ભદકોર રાષ્ટ્રિય કક્ષાએ જિલ્લાનું નામ રોશન કર્યુ છે. તથા બંન્ને વિદ્યાર્થીઓના માર્ગદર્શન શિક્ષક તરીકે નવજીવન ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય રાંગીણીબેન પટેલ પણ આ ઉત્સવમાં જોડાઈ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તા.19 થી 25 એપ્રિલ દરમ્યાનના આ કાર્યક્રમમાં બંન્ને વિદ્યાર્થીઓએ 3ડી મોડેલ, બાંધણી કલા,માટીકામ જેવી પ્રવૃતિઓમાં લાઈવ પ્રદર્શન કર્યુ હતું. કતેમજ ગામી દિવાણીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉઘ્દોષક, નૃત્ય દ્વારા બધાને પ્રભાવિત કર્યા હતા. બંન્ને વિદ્યાર્થીઓ તથા આચાર્ય બહેન દ્વારા દાહોદ જિલ્લાની સંસ્કૃતિને સુંદર રીતે રજુ કરાઈ હતી.જેમાં રાગિણીબેન પટેલે દાહોદનું ગ્રામીણ ટ્રેડીશનલ ભોજન દાળ-પાનીયા લાઈવ બનાવી સૌને પિરસ્યા હતાં.