જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ કરી દેવાયું છે. જિલ્લામાં કોઈ પણ દુર્ઘટનાને પહોંચી વળવા NADRF અને SDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં હવામાન ખાતાની આગાહીના પગલે જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયુ છે. તા.31 અને તા.1 ઓગસ્ટના રોજ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે, જેને લઈને જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉપરાંત જિલ્લામાં દાહોદ અને દેવગઢ બારીઆમાં SDRF અને NDRFની ટીમો તૈનાત કરાઈ છે.

તાલુકા કક્ષાએ મામલતદાર અને જિલ્લા કક્ષાએ કલેક્ટરના આદેશ પ્રમાણે આ ટીમો રેસ્કયુની કામગીરી હાથ ધરશે તેમ જાણવા મળ્યુ છે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અનાવશ્યક બહાર નહીં નીકળવા, સાવચેતી રાખવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો