દાહોદ શહેરના રળીયાતી વિસ્તાર ખાતે જાહેરમાં રમાતા વરલી મટકાના આંક ફરકના જુગારના અડ્ડા પર દાહોદ એલસીબી પોલીસે રેડ પાડતા જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી. જેમાં પોલીસે બે મહિલા જુગારીઓને ઝડપી પાડી સ્થળ પરથી રોકડા રૂા.10,300 તેમજ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે એક જુગારી ફરાર થઈ ગયો હતો. દાહોદ શહેરના રળીયાતી ગ્રામ વિસ્તારમાં આવેલ સાસીવાડ વિસ્તારમાં વરલી મટકાના આંક ફરકનો જુગાર રમતો હોવાની દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે ગત તારીખ 17મી એપ્રિલના રોજ પોલીસે વિસ્તારમાં ઓચિંતો છાપો મારતા જેમાં વરલી મટકાના આંક ફરકના આંકડા લખી લખાવનાર સુગના અમરસીંગ ડાંગી અને સંજના ચિરાગ ડાંગી (બંને રહે.દાહોદ, રળીયાતી અર્બન હોરિપટલની સામે)ને પોલીસે ઝડપી પાડયા હતા, જ્યારે શની અમરસીંગ સાંસી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.10,300 તથા 1 મોબાઇલ મળી કુલ રૂા.15,300 નો મુદ્દામાલ કબજે કરી એલસીબી પોલીસે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કવાયત હાથ ધરાઈ છે, જે અંતર્ગત પોલીસે કડક કાર્યવાહી પણ શરૂ કરી છે.

Banaskantha : ધાનેરા નેશનલ હાઇવે પરના 300 દબાણકારોને અલ્ટીમેટમ, 5 દિવસમાં દબાણો નહીં હટે તો ચાલશે બુલડોઝર









