વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં લીમખેડા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.


કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ભમરેચી માતાના દર્શનથી કરાઈ હતી. ત્યારબાદ સિંગવડ ખાતે નવીન મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તેમજ મોડેલ શાળા છાપરવડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. બાંડીબાર આશ્રામશાળામાં પણ વિવિધ કાર્યક્રમોનું યોજાયા હતાં. જે બાદ લીમખેડા ખાતે માર્કેટયાર્ડ રોડ પર સ્વચ્છતા અભિયાન - 60 મિનિટ અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો, કાર્યક્રમ દરમિયાન સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સંપર્ક કરી તેમનું સન્માન પણ કરાયું હતું. આ પ્રસંગે ધનાભાઈ ભરવાડને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત પૂ.ગોવિંદદાસ સાહેબ (પાલ્લા) અને પૂ.વિવેકદાસ સાહેબ (અગારા) સાથે મુલાકાત કરી શાલ પહેરાવી શુભેચ્છા પાઠવી હતી. જે બાદ સાંસદે પાલ્લી ગામની મોડેલ સ્કૂલની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: