18
દાહોદ સરકારી ઈજનેરી કોલેજની વિદ્યાર્થિની રૂત્વી મહેતાની વિદ્યાકિરણ એપ્રિસિએશન એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી.
સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ અને એડોરી-મોટીવેટિંગ યુથ ફેર પોઝિટિવ એક્શનના સંયુક્ત સહયોગથી પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા વિદ્યાકિરણ એપ્રિસિએશન એવોર્ડ - ઓગસ્ટ 2026 યોજાયો હતો. આ એવોર્ડ માટે સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ દ્વારા આઠ પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને નોમિનેટ કરાઈ હતી. પસંદગી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના ડોમેન નોલેજ, વ્યક્તિત્વ, સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટેની ક્ષમતા સહિતના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરાયું હતું. ત્યારબાદ પેનલ દ્વારા લેવાયેલા બે તબક્કાના ઇન્ટરવ્યૂના આધારે અંતિમ પસંદગી કરાઈ હતી. જેમાં કોલેજની પ્રતિભાશાળી વિદ્યાર્થીની રૂત્વી મહેતાની વિદ્યાકિરણ એપ્રિસિએશન એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી. તેમને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન, સમર્પણ, નેતૃત્વ ક્ષમતા, વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ બદલ આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. રૂત્વી મહેતાની મહેનત, પ્રતિબદ્ધતા અને સિદ્ધિઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહે તેવી શુભેચ્છા પાઠવાઈ હતી. કોલેજના આચાર્ય ડો.કે.બી. જુડાલે રૂત્વી મહેતાને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. કોલેજ પરિવારે પણ સિદ્ધિને બિરદાવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
