સંજેલી : નાની સંજેલી ખાતે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દાહોદ દ્વારા નવા માઈનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત સાંસદ અને મંત્રી દ્વારા કરાયું હતું. પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, લીમખેડા હસ્તકના બરોડા મંડેર હાંડી થઈ સંજેલી તાલુકાના અડીને આવેલ નાની સંજેલી ખાતે કીબોટા નદીનો ડુબાવ કોઝવેનું બ્રિજ ઓન બરોડા મંડેર હાંડી રોડ મંત્રી રમેશ કટારા સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય શૈલેશ ભાભોર દ્વારા રૂા.3 કરોડના ખર્ચે બનનાર બ્રિજનું નાની સંજેલી ખાતે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી.હાલમાં બરોડા મંડેર હાંડી રોડ પર હયાત સ્ટ્રીમમાં નાનો કોઝ-વે આવેલો છે. ચોમાસામાં ઓવરટોપિંગ થવાથી વાહન વ્યવહાર ખોરવાય છે. અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડે છે. આ બાબતે સાંસદ જશવંતસિંહ ભાભોર અને સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ હતી. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા વર્ષ 2025-26માં આ કામ મંજૂર કરાયું છે. આ બ્રિજ બનવાથી નાની સંજેલી સંજેલી, બરોડા, મંડેર અને હાંડી સિંગવડ લીમખેડા સહિતના ગામોને કાયમી ધોરણે લાભ મળશે અને સીધો સંપર્ક જળવાઈ રહેશે. લોકોને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલી દૂર થશે તાલુકા પંચાયતના પ્રમુખ મહેંદીપ પલાસ, પાર્ટી પ્રમુખ ટીકુ ચારેલ, એપીએમસી ચેરમેન સુરેન્દ્રસિંહ સોલંકી ડિરેક્ટર મહેન્દ્ર પલાસ માજી સરપંચ કિરણ રાવત જિલ્લા બાંધકામ શાખાના અધ્યક્ષ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો સભ્યો સરપંચો કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો