દેવગઢબારીઆની આયુર્વેદિક હોસ્પિટલમાં જવાનાં મુખ્ય પ્રવેશદ્વાર પર જ ગટરના ગંદા પાણીની લાઈન પસાર થતા દર્દીઓ તેમજ રાહદારીઓ પરેશાન થઈ ગયા છે.
દેવગઢબારીઆ શહેરમાં દર્દીઓને મફત દવા સારવાર મળી રહે તે માટે સરકાર તરફ્થી સરકારી આર્યુવેદીક હોસ્પિટલ છોટાઉદેપુર રોડ ઉપર શરૂ કરવામાં આવેલ છે. જે હોસ્પિટલમાં ગામડાના ગરીબ દર્દીઓ સારવાર તેમજ આર્યુવેદીક દવાઓ લેવા માટે આવતા હોય છે.
સ્ટેટ હાઇવે નજીકમાં આવેલી આ હોસ્પિટલ અને નજીકમાં બીઆરસી ભવન પણ છે. જ્યાં હાલમાં શિક્ષકોનો તાલીમ વર્ગ ચાલુ હોઈ તેમાં શિક્ષકો તાલીમ માટે આવે છે. ત્યારે આ આર્યુવેદીક હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસેથી ગટર લાઈન પસાર થાય છે.
જે ગટરમાં ગંદુ પાણી વહેતું હોય છે. લગભગ છેલ્લા વીસેક દિવસથી આ જગ્યાએ ગટરના પાણીનો નિકાલ નહીં થતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે. જેને કારણે હોસ્પિટલમાં આવનાર દર્દીઓ તેમજ તેમના સબંધીઓને ગટરનું દુષિત પાણી અને કીચડના કારણે કપડાં બગડવાના બનાવો બને છે. જયારે બીઆરસી ભવનમાં તાલીમ માટે જતા શિક્ષકોની પણ હાલત કફોડી બનતી હોય છે. ત્યારે પાલિકા દ્વારા વહેલીતકે આ ગટર લાઈનની સાફ સફાઈ કરવા માગ કરાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો