સંજેલીના વિકલાંગ અરજદારે આવાસ યોજનાની ફાઇનલ યાદીમાંથી નામ કમી થતાં કચેરીમાં ન્યાય માટે લેખિત રજૂઆત કરી છે.


સંજેલી ખાતે માર્કેટ ફળીયામાં રહેતા ભરતભાઈ કમાભાઈ ચારેલ વિકલાંગ છે અને 0 થી 15 નો બીપીએલ સ્કોર પણ ધરાવે છે. તેઓને ત્યાં બે વખત આવાસ માટે સર્વે કરાયો હતો, પરંતુ ફાઈનલ યાદીમાંથી તેઓનું નામ નીકળી જતા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

સંજેલીના ભરતભાઈ આવાસ યોજના અરજી સંદર્ભે તમામ પાત્રતા ધરાવે છે. અને તેઓની પાસે રહેવા માટે કોઈ પાકુ મકાન નથી, છતાં સર્વે કરનાર અધિકારીએ સ્થળની સાચી પરિસ્થિતિ છુપાવીને ઓનલાઈન સોફ્ટવેરમાં ખોટો રીપોર્ટ સબમીટ કરીને ભરતભાઈનું નામ યાદીમાંથી કમી કરી નાખ્યુ હોવાનું તેઓએ આક્ષેપ કર્યો છે. અગાઉ SECC લીસ્ટ 2011ના સર્વે પ્રમાણે 2016-17 ની યાદીમાં પણ તેમનું નામ મંજુર થયું હતુ, છતા અધિકારી દ્વારા નામ કમી કરી દેવાયાનો આક્ષેપ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: