દાહોદ જિલ્લાના સંજેલી ખાતે કોટા - સંતરામપુર રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ગટરો ઉભરાતા ગંદા પાણી રોડ ઉપર રેલાતાં સમગ્ર વિસ્તારમાં ગંદકી સાથે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે, આ રસ્તા ઉપર બે દવાખાના પણ આવેલા છે, જ્યાં આવતા દર્દીઓને પણ અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે.
સંજેલીનો કોટાથી સંતરામપુર જવાનો રોડ લોકો માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે, આ રોડ પરથી રોજ શાળામાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ પસાર થાય છે, તે ઉપરાંત અન્ય ગ્રામજનો અને વાહનો પણ પસાર થતાં હોય છે. આ રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ક્યાંક ખાડા મસમોટા થઈ જતાં નાના વાહનચાલકો પડી જવાના પણ બનાવો બની રહ્યા છે.
