અમેરિકા ઇઝરાયલ અને ઇરાનનું યુદ્ધની સીધી કે આડકતરી વિપરીત અસર અન્યત્ર પણ વર્તાઈ રહી છે.ભારતમાં પણ પેટ્રોલ ડીઝલનો સપ્લાય ધટતાં દેશમાં અછત વર્તાઈ રહી છે, ત્યારે દાહોદમાં પણ પેટ્રોલ ડીઝલ ની સપ્લાય ઘટવાના કારણે કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ પ્રવેશદ્વાર પર બેરિકેટ્સ મૂકી સ્ટોક નથી ના બોર્ડ લગાવવા પડયા છે. કેટલાક પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલની અછત લગ્ન અને ખેતી ઉપર પણ અસર જોવા મળી રહી છે.
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટબંધ કરતા વિશ્વમાં તેની ભારે અસર થઈ છે વિશ્વનું 20 % જેટલું ક્ર્રુડ ઓઈલ રોકાયુ છે અને તેના કારણે ભારત દેશમાં પણ પેટ્રોલ ડીઝલની આવકમાં ભારે ઘટાડો થયો છે તેજ રીત દાહોદ જિલ્લામાં સપ્લાયમાં ઘટાડો થતાં પેટ્રોલ ડીઝલની અછત ઊભી થવા પામી છે.ગુજરાતના સરહદી જિલ્લા દાહોદમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાયમાં મોટો કાપ આવતા ઈંધણ સંકટ ઘેરાયું છે. બુધવારે જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર જથ્થો ખૂટી પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સ્થિતિ એટલી ગંભીર બની છે કે જિલ્લાના આશરે 55 થી 60 પંપો પર સપ્લાય ચેન ખોરવાઈ છે. આ અસરના કારણે તપાસતા જાણવા મળ્યું કે જિલ્લામાં 15 જેટલા પેટ્રોલના ટેક્રરો ની જરૂરિયાત છે, પરંતુ તે સામે સપ્લાયનો આંક 11 ટેકર જેટલે જેટલો છે અને દરરોજ 20 હજાર લિટર પેટ્રોલ દાહોદ જિલ્લામાં ઓછું મળી રહ્યું છે અને તે જ રીતે રોજ 65000 લિટર ડીઝલ ઓછું મળી રહ્યું છે, આવા કારણોસર જિલ્લાના 55 ઉપરાંત પંપોની સપ્લાય વ્યવસ્થાને અસર પહોંચી છે અને નો સ્ટોકના પાટીયા લટકાવેલા જોવા મળી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા હાલમાં તેની સૌથી વધુ અસર લગ્ન પ્રસંગો એને ખેતી ઉપર થવિ સ્વાભાવિક છે તેમજ પાડોશી રાજ્યમાંથી આવતા વાહન પણ જિલ્લામાંથી ઈંધણ પોતાના વાહનોમાં ભરાવતા આ સમસ્યા વધુ ગહેરી બની છે. પેટ્રોલની અછતની સૌથી મોટી અસર નોકરિયાત વર્ગ તેમજ મધ્યમ અને સામાન્ય વર્ગ પર પડી છે. કામ અર્થે નીકળેલા અનેક લોકોના વાહનોમાં પ્રેટોલ પુરૂ થઈ જતા વાહનોને દોરીને પંપ સુધી લઈ જતા પણ નજરે પડયા હતા. ત્યારે આવનારા દિવસોમાં સ્થિતિ ગંભીર બનવાના એઁધાણ વર્તાઈ રહ્યા છે.
