સંજેલી તાલુકા પંચાયત અને દાહોદ જિલ્લા પંચાયતની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામમાં સંજેલી તાલુકાની જિલ્લા પંચાયતની બે બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જેમાં હિરોલા બેઠક પર ભાજપના ભુપેન્દ્ર સંગાડા અને ચમારીયા બેઠક પર કાંતાબેન જશુભાઈ બામણીયા વિજયી થયા હતાં. જ્યારે તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી કોંગ્રેસ અને આપને એક-એક બેઠક મળી હતી, જ્યારે બાકીની 14 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારોના ટેકેદારોએ અભિનંદન આપવા સાથે વિજયોત્સવ મનાવ્યો હતો.

Rajkot: નામાંકિત બ્રાન્ડના ઓઠા હેઠળ ગ્રાહકોને પીરસાઈ રહ્યું હતું 'ધીમું ઝેર', રોગચાળો ફાટી નીકળવાના ડરે તંત્ર આકરા પાણીએ









