યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિરે ગૌ આઠમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 1200 ગાયોને કંસાર પીરસાયો હતો. મંદિરના ભંડારી મહારાજ દ્વારા ગૌમાતાનું વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ગૌસેવા અને ગૌભક્તિના અનોખા સંગમથી ડાકોરધામમાં ભક્તિમય માહોલ છવાયો હતો. ડાકોરમાં ભગવાન શ્રી રણછોડરાયજી મહારાજના સાનિધ્યમાં ગાયોની આઠમના પવિત્ર પર્વની ભવ્ય અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે ગૌમાતાનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. મંદિરના ભંડારી મહારાજ દ્વારા ગૌમાતાની વિધિવત્ પૂજા કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંદાજે 1200 ગાયોને પરંપરાગત રીતે કંસાર પીરસવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ રહેલું છે. ગાયને માતા સમાન પૂજનીય માનવામાં આવે છે. ગૌસેવા એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે. શાસ્ત્ર્રોમાં પણ ગૌમાતાની સેવા, પૂજા અને સંરક્ષણને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ડાકોરધામમાં ગાયોની આઠમ નિમિત્તે યોજાયેલો આ ધાર્મિક કાર્યક્રમ ગૌભક્તિનું સુંદર ઉદાહરણ બન્યો હતો. શ્રી રણછોડરાય મંદિરમાં ગાયોની આઠમ નિમિત્તે મહાભોગ વિશેષ ભોગ ધરાવામાં આવ્યો હતો શ્રી રણછોડરાય મહારાજ ને અતિ દુર્લભ હીરા માણેક ઘડીક મોતીમાળાઓ બાજુબંધ મુગટ ધારણ કરવામાં આવે છે આ વિશેષ દર્શન કરવા માટે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ડાકોરમાં આવી પહોંચતા હોય છે.
